🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા મહેસાણાના બે યુવકો ડૂબ્યા
Local

સપ્તેશ્વર સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા મહેસાણાના બે યુવકો ડૂબ્યા

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 22 Aug 2026, 03:34 PM 👁 38
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મહેસાણાના બે યુવકો સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં ઉતરતા બંને યુવકો ડૂબી ગયા હતા, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ હિંમતનગર, ઈડર અને વિજાપુરની ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમના જવાનો દ્વારા નદીમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઘણા સમયની જહેમત બાદ ફાયર ટીમે બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
📲Get App