🔥 ट्रेंडिंग અમદાવાદ: નવા નિકોલના પરિવારમાં પાલતુ બ... परीक्षा ड्यूटी को लेकर पुलिस अधिकारियो... જૂનાગઢમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી... हथियार के साथ युवक गिरफ्तार વેરાવળમાં દશામાના વ્રતના દસમા દિવસે હર... बॉलीवुड के हेयरस्टाइलिस्ट ने बताया, टै...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અંકલેશ્વરની રિયલ સ્વીટ્સમાં તંત્રના દરોડા: એક્સપાયરી ડેટ વગરની ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 22 अग. 2026, 05:51 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વરની રિયલ સ્વીટ્સમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન એક્સપાયરી ડેટ વગરની મીઠાઈ અને ફરસાણનો જથ્થો મળી આવ્યો છે.

અંકલેશ્વર ખાતે આવેલી રિયલ સ્વીટ્સ નામની દુકાન પર સ્થાનિક તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન દુકાનમાંથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

તપાસ દરમિયાન દુકાનમાંથી એક્સપાયરી ડેટ વગરના ફરસાણ, બિસ્કિટ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ મળી આવી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવતી આ સામગ્રી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની બેદરકારી બદલ દુકાનદાર સામે આગળની કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
📲Get App