🔥 ट्रेंडिंग नंद नगरी में तंबाकू न देने पर चार मौसे... पूर्णिया जीएमसीएच में बवाल: परिजनों ने... जमीन सौदे के दबाव में फंसी पूर्व CSP न... इंदौर के सरकारी स्कूल में भोजन विषाक्त... हिंदू उत्सव समिति के अध्यक्ष और भोपाल... इंदौर में ज़ेब्रा क्रॉसिंग रील पर पुलि...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના માનસર તળાવ પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાં ચોરી, ચાંદીના આભૂષણોની ઉઠાંતરી
अपराध

ધાંગધ્રાના માનસર તળાવ પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાં ચોરી, ચાંદીના આભૂષણોની ઉઠાંતરી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 अग. 2026, 07:11 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરના માનસર તળાવ વિસ્તારમાં આવેલા બોરતળ મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ

ધાંગધ્રા શહેરમાં આવેલા માનસર તળાવ પાસેના બોરતળ મેલડી માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી માતાજીની મૂર્તિ પર રહેલા ચાંદીના આભૂષણોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરમાંથી કિંમતી આભૂષણો ચોરાઈ જતાં ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ અંગેની જાણકારી મળતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ચાંદીના 35 છતરજેની કિંમત આશરે ડોધ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે
હાલમાં આ મામલે ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મંદિરના આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોને પકડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App