🔥 TRENDING వరంగల్: ఇది అడవా.. ఆసుపత్రా? వరంగల్ ఎ... Jammu and Kashmir Police Arrest Drug P... ଗତକାଲି ବହୁ ଚର୍ଚ୍ଚିତ ପରକୀୟା ପ୍ରୀତି ଓ ଜମ... वाराणसी में विदेशी पर्यटक का बैग मिला,... સંતરામપુરમાં 13 કિમી ડામર રોડનું ખાતમુ... Karnataka Stun Railways, Clinch Maiden...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતપુર પાટિયા નજીક ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત
Local

હિંમતપુર પાટિયા નજીક ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત: પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 04:12 PM 👁 95
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર ડમ્પર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર હિંમતપુર પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં બેફામ ગતિએ દોડી રહેલા એક ડમ્પરે એસટી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના સમયે એસટી બસમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં કુલ પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે, એસટી બસના ચાલકની સમયસૂચકતા અને સૂઝબૂઝને કારણે મોટી જાનહાની ટળી હતી. ચાલકના સાહસને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
📲Get App