🔥 TRENDING દરજી કોલોની કેમ્પ એરીયા વિસ્તારમાંથી જ... ପାର୍ବଣ ଋତୁରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ ମାଝୀଙ୍କ... त्रिवेदीगंज ब्लॉक के देवापुर गाँव में... എ.എഫ്.ഡി.എം സൂപ്പർ ലീഗിന് 10ന് എടവണ്ണയ... ବନ୍ଧରେ ବୁଡ଼ି ୨ ସାଙ୍ଗ ମୃତ NMC Announces 3,656 MS Orthopaedics Se...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ટ્રકની અડફેટે આવતા યુવતીનું કરુણ મોત
Local

હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ટ્રકની અડફેટે આવતા યુવતીનું કરુણ મોત

✍️ Reporter: Kharadi Dipak Kumar 🗓 22 Aug 2026, 10:28 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં પેટ્રોલ પુરાવીને પરત ફરી રહેલી યુવતીને બેફામ ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને પોતાના મોપેડ પર પરત ફરી રહેલી એક યુવતીને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધી હતી.

બેફામ દોડતી ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અંગે તપાસ શરૂ કરી છે.
📲Get App