🔥 TRENDING Meghalaya Govt to Form 6th Pay Commiss... Meghalaya to Host Global Buyers, Boost... Tripura University Announces 2026 Resu... President of India Attends First Convo... Tripura CM Announces 3% DA & DR Hike,... Uttar Pradesh CM Yogi Adityanath Renam...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે કિશોરો ઝડપાયા
Crime

સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે કિશોરો ઝડપાયા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 06:20 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાંતિજ વિસ્તારમાં દલપુરના જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ૩૫,૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને રોકવા અને ભેદ ઉકેલવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દોઢ માસ અગાઉ દલપુર હાઇવે પર આવેલા જોગણી માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સો હિંમતનગરથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સલાલ કરણી ઢાબા પાસે વોચ ગોઠવી હતી. આ સમયે શંકાસ્પદ જણાતા બે કિશોરોને હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને કિશોરોએ દલપુરના મંદિરમાંથી દાનપેટી તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ, રોકડ રકમ અને મોટરસાયકલ મળી કુલ ૩૫,૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કાયદાના સંઘર્ષમાં આવેલા આ બંને કિશોરો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(ડી) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં બંને કિશોરોને વધુ તપાસ અર્થે પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યા છે.
📲Get App