🔥 ट्रेंडिंग फैंस का दावा: 'जेलर 2' ट्रेलर में दिखे... कॉमरेड कल्याण का आधिकारिक ट्रेलर रिलीज... യുവതിയുടെ മരണം;ആൺസുഹൃത്ത് പോലീസ് പിടിയ... द टाइम्स ऑफ इंडिया ने फिल्म 'हाइकू' का... एयर मार्शल अशुतोष दिक्षित को भारतीय वा... कोर्ट ने आदेश दिया: उत्तराखंड पीडब्ल्य...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળના શેરીયાજ બારામાં બંધ મકાનને નિશાન બનાવી ૧.૪૦ લાખની ચોરી
अपराध

માંગરોળના શેરીયાજ બારામાં બંધ મકાનને નિશાન બનાવી ૧.૪૦ લાખની ચોરી

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 22 अग. 2026, 12:48 PM 👁 61
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શેરીયાજ બારા ગામે તસ્કરોએ બંધ મકાનનો નકુચો તોડી રોકડ અને દાગીના સહિત કુલ ૧.૪૦ લાખની મત્તાની ચોરી કરી છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના શેરીયાજ બારા ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તથા પેટીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરીની આ ઘટનામાં ફરિયાદી કાસમભાઈ સમાના મકાનમાંથી રોકડ રકમ ₹૪૦,૦૦૦, સવા તોલા સોનાના ઈયરીંગ જેની કિંમત ₹૮૦,૦૦૦, ૨૦ તોલા ચાંદીની બંગડીઓ જેની કિંમત ₹૨૦,૦૦૦ તેમજ જુનવાણી ત્રાંબાના વાસણોની ચોરી થઈ છે. આ રીતે તસ્કરો કુલ ₹૧,૪૦,૦૦૦નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.

ફરિયાદી કાસમભાઈ સમાની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
📲Get App