🔥 TRENDING बहराइच में जिलाधिकारी ने दिव्यांग मुबी... CJP Targets Kerala, Announces 20,000 N... CBI raids Punjab CM Bhagwant Mann's ca... Lift installed two months ago collapse... Seven Killed in Head‑On Collision on B... जैसलमेर में पंचायती राज चुनाव का चरण ब...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નકલી દારૂ: સસ્તા દારૂમાં કેમિકલ-ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની બોટલોનું કારખાનું
Local

નકલી દારૂ: સસ્તા દારૂમાં કેમિકલ-ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની બોટલોનું કારખાનું

✍️ Reporter: Semil Lakhani 🗓 22 Aug 2026, 03:47 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિકોલમાંથી એક યુવક ઝડપાયો, એસએમસીની ટીમે દારૂની બોટલો જપ્ત કરી

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી પ્રીમિયમ બ્રાન્ડ જેવી બોટલો તૈયાર કરી વેચાણ કરવાના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે. એસએમસીની ટીમે કાર્યવાહી કરીને નકલી દારૂનો જથ્થો અને બનાવટ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી છે.

સસ્તા દારૂમાંથી મોંઘી બ્રાન્ડ તૈયાર કરાતી

તપાસ દરમિયાન સસ્તા દારૂમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને મોંઘી બ્રાન્ડના દારૂ તરીકે તૈયાર કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. ત્યારબાદ આ દારૂને બોટલમાં ભરી તેના પર જાણીતી બ્રાન્ડના સ્ટિકર લગાવવામાં આવતા હતા.

નિકોલમાંથી યુવક ઝડપાયો

એસએમસીની ટીમે નિકોલ વિસ્તારમાંથી એક યુવકને ઝડપી લીધો છે. તેની પાસેથી દારૂની બોટલો ઉપરાંત કેમિકલ, ફ્લેવર અને પેકિંગ માટેની અન્ય સામગ્રી મળી આવી હતી.

ખાલી બોટલો અને સ્ટિકરનો પણ ઉપયોગ

ચાંમુંડા બ્રિજ નજીકથી ખાલી બોટલો અને સીલ લગાવવાના સાધનો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ખાલી બોટલો એકત્ર કરીને તેમાં નકલી દારૂ ભરી મોંઘી બ્રાન્ડના નામે વેચતા હોવાની શંકા છે.

તપાસનો વ્યાપ વધારાયો

પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આ નકલી દારૂ ક્યાંથી આવતો હતો અને શહેરમાં કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
📲Get App