🔥 ट्रेंडिंग હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ટ્રકની અડફ... હાઈવે પર 50 કિમીમાં ટ્રોમા સેન્ટર કે ર... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયો... સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભે... बहादुरपुर थाना क्षेत्र के गुरुदेव पारा...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ શરૂ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 अग. 2026, 05:34 PM 👁 8
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડના પગલે દારૂબંધીના કડક અમલીકરણ માટે અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું છે.

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ અંતર્ગત અરવલ્લીની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા 'રાઉન્ડ ધ ક્લોક' એટલે કે ચોવીસ કલાક ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાના-મોટા વાહનોનું પોલીસ દ્વારા સઘન સર્ચિંગ કરવામાં આવી રહ્યું છે. બિનઅધિકૃત ચીજવસ્તુઓ કે દારૂની હેરાફેરી રોકવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા સંયુક્ત રીતે આ નાકાબંધી અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોર્ડર પર સતત પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાહનોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
📲Get App