🔥 TRENDING રોઝડના બજારોમાં રક્ષાબંધનની રોનક: ૧,૦૦... Meghalaya Forum Seeks Court Order to H... Tripura BJP Minister Sudhanshu Labels... Regenerative Agriculture Aims to Rebui... Howrah River Swells After Hill Rain, F... Monsoon floods in Himachal Pradesh kil...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એસિડ ભરેલી ગાડી પલટી, સ્થાનિકોમાં ફફડાટ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 10:40 AM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હાથીજણના વીજલ દંપેશ્વર મંદિર રોડ પર એસિડ ભરેલી ગાડી પલટી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. છત્રાલથી એસિડ ભરીને નીકળેલી એક ગાડી વટવા જીઆઇડીસી તરફ જઈ રહી હતી, તે દરમિયાન વીજલ દંપેશ્વર મંદિર રોડ પર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી.

અકસ્માત બાદ ગાડીમાંથી એસિડ બીજી ગાડીઓમાં ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકો ભારે પરેશાનીમાં મુકાયા છે. અકસ્માત સ્થળથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App