🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ઝડપાયું
Crime

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ઝડપાયું

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 05:20 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના નિકોલમાં નકલી દારૂ બનાવતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનો કાળો કારોબાર સામે આવ્યો છે. ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડ બાદ હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ગંભીર ઘટના બનતા તંત્ર હરકતમાં આવ્યું છે. નિકોલ પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ડુપ્લિકેટ દારૂ બનાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી હાનિકારક કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો છે. આરોપીઓ બ્રાન્ડેડ દારૂની બોટલોમાં આ કેમિકલયુક્ત નકલી દારૂ ભરીને લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હતા. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં બૂટલેગરો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ દ્વારા આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને આ દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App