🔥 TRENDING हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલામાં ચર્ચમાં આગ લગાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

સાવરકુંડલામાં ચર્ચમાં આગ લગાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 21 Aug 2026, 03:18 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા શહેરમાં ખ્રિસ્તી ધર્મસ્થાન ધ પેન્ટેકોસ્ટલ મિશનમાં એક ઈસમ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી આગ લગાવવાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવી છે.

સાવરકુંડલામાં ચર્ચમાં આગ લગાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

અમરેલી/સાવરકુંડલા: સાવરકુંડલા શહેરમાં ખ્રિસ્તી ધર્મસ્થાન ધ પેન્ટેકોસ્ટલ મિશનમાં એક ઈસમ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી આગ લગાવવાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ આરોપી ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણ જ્વલનશીલ પ્રવાહી ભરેલા પ્લાસ્ટિકના કેન સાથે ચર્ચમાં ઘૂસ્યો હતો. તેણે ચર્ચના હોલમાં રાખેલા સોફાસેટ, ટેબલ સહિતની ચીજવસ્તુઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી વડે આગ લગાવી હતી.

ઘટનાની જાણ થતાં સાવરકુંડલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં અંદાજે રૂ.50 હજારનું નુકસાન થયાની ફરિયાદ લિડીયા શીદા મસીહા રાની મધર દ્વારા નોંધાવવામાં આવી છે.

પોલીસે આરોપી ઉદયભાઈ ખુમાણની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ખ્રિસ્તી ધર્મસ્થાનમાં ધર્મપરિવર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ધર્મપરિવર્તન થતું હોવાના આક્ષેપને પગલે ચર્ચમાં આગ લગાવવાનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર મામલે ખળભળાટ મચ્યો છે.

સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App