🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોંઘીબેન કન્યા સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

મોંઘીબેન કન્યા સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 04:42 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વઢવાણના મોંઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલમાં દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.આ પ્રસંગે સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળાઓ દ્વારા રજૂ કરાયેલી દેશભક્તિપૂર્ણ કૃતિઓને બિરદાવી હતી. તેમણે બાળાઓની પ્રતિભા અને તેમના હૃદયમાં રહેલી રાષ્ટ્રપ્રેમની ભાવનાને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી સહિતના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોંઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલના સંચાલક દીનેશભાઈ વાજા, શિક્ષકમિત્રો અને શાળાની બાળાઓએ સઘન પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયો હતો. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત મહાનુભાવોએ બાળાઓની ઉત્કૃષ્ટ રજૂઆતને અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App