🔥 TRENDING Congress Workers Clash with Police Out... Sourav Ganguly Named Head Coach of Del... ChatGPT Tops Consumer AI Rankings; Cla... बहराइच में जिलाधिकारी ने दिव्यांग मुबी... CJP Targets Kerala, Announces 20,000 N... CBI raids Punjab CM Bhagwant Mann's ca...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દબાણ હટાવ્યા બાદ ઘરવિહોણા પરિવારોની કલેક્ટરને રજૂઆત રામપુરાના ગરીબ શ્રમિક પરિવારોને કાયમી વસવાટ માટે પ્લોટ ફાળવવાની માંગ
Local

દબાણ હટાવ્યા બાદ ઘરવિહોણા પરિવારોની કલેક્ટરને રજૂઆત રામપુરાના ગરીબ શ્રમિક પરિવારોને કાયમી વસવાટ માટે પ્લોટ ફાળવવાની માંગ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 21 Aug 2026, 09:32 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરાદ તાલુકાના રામપુરા ગામે વર્ષોથી ઘાસચારા બોવાઠામાં ઝૂંપડાં બનાવી વસવાટ કરતા દલિત, લુહાર અને કોળી-ઠાકોર સમાજના ગરીબ શ્રમિક પરિવારોના રહેણાંક તાજેતરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન દૂર કરવામાં આવ્યા હતા

અહેવાલ અમરત ગોહિલ
વાવ થરાદ જિલ્લો

દબાણ હટાવ્યા બાદ ઘરવિહોણા પરિવારોની કલેક્ટરને રજૂઆત રામપુરાના ગરીબ શ્રમિક પરિવારોને કાયમી વસવાટ માટે પ્લોટ ફાળવવાની માંગ

થરાદ તાલુકાના રામપુરા ગામે વર્ષોથી ઘાસચારા બોવાઠામાં ઝૂંપડાં બનાવી વસવાટ કરતા દલિત, લુહાર અને કોળી-ઠાકોર સમાજના ગરીબ શ્રમિક પરિવારોના રહેણાંક તાજેતરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે ઘરવિહોણા બનેલા પરિવારો દ્વારા કલેક્ટર સહિત તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી કાયમી વસવાટ માટે જમીન અથવા મફત પ્લોટ ફાળવવાની માંગ કરવામાં આવી છે.
અરજદારોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી રામપુરા ગામમાં રહી મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન તેમના વર્ષો જૂના ઝૂંપડાં અને રહેણાંક દૂર કરવામાં આવ્યા હતા. તે સમયે ચોમાસા પૂરતું રહેવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું અરજદારોનું કહેવું છે. હવે ચોમાસું પૂર્ણ થવાના આરે હોવાથી બાળ-બચ્ચાં સાથે ક્યાં રહેવું અને ઢોર-ઢાંખરને ક્યાં રાખવા? તેવો ગંભીર પ્રશ્ન પરિવારો સામે ઊભો થયો છે.
પરિવારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે છે અને રામપુરા ગામ સિવાય અન્યત્ર કોઈ જમીન કે રહેણાંક પ્લોટ ધરાવતા નથી. તેઓ બિનખેડૂત હોવાથી પોતાના ખર્ચે જમીન ખરીદી ઘર બનાવવું પણ શક્ય નથી. તેથી માનવતાના ધોરણે રામપુરા ગામમાં જ કાયમી વસવાટ માટે સરકારી જમીનમાંથી જમીન અથવા મફત પ્લોટ ફાળવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગરીબ પરિવારોને ખુલ્લામાં રહેવાની ફરજ ન પડે અને તેમના બાળકો તથા ઢોર-ઢાંખર માટે સુરક્ષિત આશરો મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. રજૂઆતની નકલ જિલ્લા વિકાસ અધિકારી, વાવ-થરાદ, તાલુકા વિકાસ અધિકારી થરાદ તેમજ રામપુરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને સરપંચને પણ કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.
📲Get App