🔥 ट्रेंडिंग રેસ્ટોરાંની રોટલીમાંથી માખી નીકળતાં રૂ... कुंडईम: सांसद कैप्टन विरियातो फर्नांडि... જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકા... મહિસાગરના કાઠબામાં DySP કમલેશ વસાવાની... બોડેલીમાં 'સાડી દોડ'નું આયોજન: મહિલાઓએ... અમદાવાદ: નારોલ પોલીસે એટીએમ ફ્રોડથી બચ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાયડ ની મામલદાર કચેરી આગળ ખસેડવાની નિર્ણય સામે બાયડનના લોકો માં વિરોધ જોવા મળ્યો

✍️ रिपोर्टर: Amin Akshay kumar purshottam bhai 🗓 21 अग. 2026, 01:24 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાયડ મામલતદાર કચેરીના નવા મકાનના બાંધકામ માટે સ્થળ પસંદગીનો મુદ્દો હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. મામલતદાર કચેરી બાયડથી આશરે ૪ કિમી દૂર વાચક ખાતે આવેલી સરકારી કોલેજ નજીક ખસેડવાની કાર્યવાહી સામે બાયડ નગરપાલિકા તથા ભાજપ સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હાલ જ્યાં મામલતદાર કચેરી કાર્યરત છે, તે જ સ્થળે નવી કચેરીનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષથી બાયડની જનતા દ્વારા મામલતદાર કચેરી હાલના સ્થળે જ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં કચેરીને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી સમગ્ર નિર્ણય અંગે પુનર્વિચાર કરી નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળે નવી કચેરી બનાવવાની માંગ ઊઠી છે.
મામલતદાર કચેરી બાયડથી દૂર વાચક ખાતે ખસેડવામાં આવે તો તાલુકાના અનેક ગામોમાંથી સરકારી કામકાજ માટે આવતા અરજદારોને વધારાનું અંતર કાપવું પડશે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને રોજિંદા સરકારી કામ માટે કચેરીમાં આવતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે.
રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાચક ખાતે આવેલી સરકારી કોલેજની જગ્યા પર કોમર્સ તથા સાયન્સ કોલેજ માટે મંજૂરી આપવામાં આવી છે. ભવિષ્યમાં અન્ય શૈક્ષણિક સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે રમતગમત સંકુલ સહિતની પ્રવૃત્તિઓ માટે પણ જગ્યા ઉપયોગી બની શકે છે. તેથી આ વિસ્તારનો શૈક્ષણિક વિકાસ ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરી માટે અન્ય વિકલ્પ પર વિચાર કરવા માંગ કરવામાં આવી છે.
બાયડ નગરપાલિકા તથા ભાજપ સંગઠને મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે બાયડ નગરપાલિકા વિસ્તારમાં હાલ જે સ્થળે મામલતદાર કચેરી કાર્યરત છે, ત્યાં જ નવા મકાનનું નિર્માણ કરવામાં આવે. નાગરિકોની સુવિધા અને લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં લઈને સ્થળાંતરનો નિર્ણય બદલવા રજૂઆત કરવામાં આવી છે.
વાચક ખાતે મામલતદાર કચેરી ખસેડવાના વિરોધ વચ્ચે સોશિયલ મીડિયામાં ‘બાયડ બંધ’ના પોસ્ટરો પણ ફરતા થયા છે. કચેરી બાયડમાં જ બનાવવાની માંગ સાથે લોકો દ્વારા વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આગામી દિવસોમાં આ મુદ્દે સ્થાનિક સ્તરે વિરોધ વધુ વેગ પકડે છે કે કેમ તેના પર સૌની નજર છે.
📲Get App