🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકા પંચાયતના નવા મકાનનું ખાતમુહૂર્ત

ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકા પંચાયતના નવા મકાનનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Aug 2026, 08:04 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકા પંચાયતના નવા મકાનનું ખાતમુહૂર્ત

અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે અત્યાધુનિક તાલુકા પંચાયત ભવન અમરેલીના નાગિરકો માટે તૈયાર થશે - રાજ્યમંત્રીશ્રી

અમરેલી તાલુકાના નાગરિકોને એક જ સ્થળે વધુ સુવિધાસભર વાતાવરણમાં સરકારી સેવાઓનો લાભ મળશે

અમરેલી, તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬
અમરેલી તાલુકાના નાગરિકોને વધુ સુવિધાસભર અને આધુનિક સરકારી સેવાઓ મળી રહે તે હેતુસર અમરેલી તાલુકા પંચાયતના નવા ભવનનું આજે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ અત્યાધુનિક તાલુકા પંચાયત ભવન અમરેલી શહેરમાં બસ સ્ટેશન નજીક, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં તૈયાર કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના નાગરિકો દ્વારા છેલ્લા લગભગ ૧૫ વર્ષથી તાલુકા પંચાયતના નવા ભવનની માંગણી કરવામાં આવી રહી હતી. આ રજૂઆતને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ગ્રાહ્ય રાખી અમરેલી તાલુકાના નાગરિકોને આધુનિક અને સુવિધાસભર સરકારી સેવાઓ મળી રહે તે માટે નવા ભવનને મંજૂરી આપી છે.

રાજ્યમંત્રીશ્રીએ નવા ભવનનું નિર્માણ કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ગુણવત્તાસભર બને તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. નવું ભવન તૈયાર થતાં તાલુકા પંચાયત ખાતે વિવિધ સરકારી સેવાઓ માટે આવતા નાગરિકોને એક જ સ્થળે વધુ સુવિધાસભર વાતાવરણમાં સેવાઓનો લાભ મળશે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે જરૂરી માળખાકીય સુવિધાઓના નિર્માણમાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. અમરેલી તાલુકા પંચાયતનું નવું ભવન અંદાજિત ૧૧ માસના સમયગાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. આ આધુનિક ભવનના નિર્માણથી તાલુકા પંચાયતની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાની સાથે અહીં આવતા નાગરિકોને પણ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગીતાબહેન માંડણકા, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, તાલુકા પંચાયતના વિવિધ બેઠકના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App