🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં સીએ વચ્ચે મારામારી: ચૂંટણીની જૂની અદાવતમાં એકને ઈજા
Local

ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં સીએ વચ્ચે મારામારી: ચૂંટણીની જૂની અદાવતમાં એકને ઈજા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 05:50 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં આયોજિત એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં આયોજિત એક હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) વચ્ચે ચૂંટણીની જૂની તકરારને લઈને ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) ના રાષ્ટ્રીય પ્રમુખ સહિત દેશના ટોચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાજર રહ્યા હતા. આટલી ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ વચ્ચે થયેલી મારામારીની ઘટના ચર્ચાનો વિષય બની છે.

આ મારામારીમાં એક સીએને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને માથામાં ૩ ટાંકા આવ્યા હતા. ઈજાગ્રસ્ત સભ્ય દ્વારા આ મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App