🔥 ट्रेंडिंग कर्नाटक में एशियन गेम्स स्वर्ण पदक विज... बीजेपी ने राहुल गांधी पर फॉर्म 6 में भ... राजस्थान SET 2026 का उत्तर कुंजी जारी... आईएचसीएल ने अलवर, राजस्थान में नया गेट... तमिलनाडु में आज भारी बारिश का अलर्ट जा... एमपी उच्च न्यायालय में सिम्हस्था मार्ग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
स्थानीय

જામનગરના મયુરનગર વિસ્તારમાં આવાસના મકાનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 01:36 PM 👁 58
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરના મયુરનગર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

જામનગરના મયુરનગર વિસ્તાર નજીક આવેલા આવાસના મકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં રહેલી ઘરવખરીના સામાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટું નુકસાન ટળી ગયું હતું.
📲Get App