🔥 ट्रेंडिंग कर्नाटक में एशियन गेम्स स्वर्ण पदक विज... बीजेपी ने राहुल गांधी पर फॉर्म 6 में भ... राजस्थान SET 2026 का उत्तर कुंजी जारी... आईएचसीएल ने अलवर, राजस्थान में नया गेट... तमिलनाडु में आज भारी बारिश का अलर्ट जा... एमपी उच्च न्यायालय में सिम्हस्था मार्ग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બાઈક રેસિંગનો વીડિયો વાયરલ: મુસાફરોની સુરક્ષા સામે ખતરો
स्थानीय

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બાઈક રેસિંગનો વીડિયો વાયરલ: મુસાફરોની સુરક્ષા સામે ખતરો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 अग. 2026, 06:18 PM 👁 51
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-અમદાવાદ હાઈવે પર કેટલાક લોકો દ્વારા જીવના જોખમે બાઈક રેસ કરવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે, જે મુસાફરો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર લુખ્ખા તત્વો સક્રિય થયા હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક યુવકો હાઈવે પર બેફામ રીતે બાઈક રેસ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને વાહનો હંકારી રહ્યા છે.

આ પ્રકારની જોખમી પ્રવૃત્તિ માત્ર રેસ કરનારાઓ માટે જ નહીં, પરંતુ હાઈવે પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષા માટે પણ મોટો ખતરો ઉભો કરે છે. હાઈવે પર વાહનોની અવરજવર વધુ હોવાથી આવી બેદરકારી ગંભીર અકસ્માતને નોતરી શકે છે.

પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે વિવિધ ડ્રાઈવ અને ચેકિંગ હાથ ધરવામાં આવતા હોવા છતાં, આવા તત્વો બેફામ બનીને જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરી રહ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, હાઈવે પર આ રીતે કાયદાનો ભંગ કરીને બાઈક રેસ કરતા લોકો સામે પોલીસ ક્યારે અને કેવા પ્રકારની કડક કાર્યવાહી કરશે?
📲Get App