🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કુંકાવાવ તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીરના વધામણા કરતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

કુંકાવાવ તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીરના વધામણા કરતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Aug 2026, 10:12 AM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુંકાવાવ તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીરના વધામણા કરતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

કુંકાવાવ તાલુકાના કોલડા, નવા ઉજળા, મોટી કુંકાવાવ, નાજાપુર, રામપુર અને તોરી ખાતે નવા નીરના વધામણા

જળાશયોમાં વરસાદી જળસંગ્રહથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે: સિંચાઈ સુવિધા વધતા ખેતી ક્ષેત્રે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે

ઉનાળા દરમિયાન તળાવો ઊંડા કરવાની રાજ્યમંત્રીશ્રીની દૂરંદેશી રંગ લાવી: ચોમાસામાં જળસંગ્રહની ક્ષમતા વધી


અમરેલી તા.૨૦ ઓગસ્ટ,૨૦૨૬
રાજ્ય સરકારના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમિયાન વિવિધ ગામડાઓમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ ચોમાસાંની સિઝનમાં સારો વરસાદ થતાં ઊંડા ઉતારેલ તળાવોમાં નવા નીરની આવક થઈ છે.

ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ જળ સુરક્ષા અને સમૃદ્ધિના પ્રતીક સમાન નવા નીરના હર્ષોલ્લાસ સાથે વધામણા કર્યા હતા. રાજ્યમંત્રીશ્રીએ પરંપરાગત રીતે જળાશયોમાં જળનું પૂજન કર્યું હતુ. નવા નીરની આવકના પગલે તળાવો છલકાતા આગામી સમયમાં સ્થાનિક ખેડૂતો અને નાગરિકો માટે સંગ્રહ થયેલ જળ આશીર્વાદરૂપ સાબિત થશે.


કુંકાવાવ તાલુકાના કોલડા, નવા ઉજળા, મોટી કુંકાવાવ, નાજાપુર, રામપુર અને તોરી એમ કુલ ૬ ગામોના તળાવોમાં નવા નીરની આવકના પગલે અને જળાશયોમાં વરસાદી જળસંગ્રહ થવાથી ગ્રામીણ વિસ્તારો અને ખેતી ક્ષેત્રે વરદાનરૂપ પરિવર્તન આવે છે. જ્યારે ચોમાસાના પાણીનો યોગ્ય સંગ્રહ થાય છે, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે છે, જેના કારણે કૂવા અને બોરવેલમાં પાણીની અછત વર્તાતી નથી.

આ જળસંગ્રહને લીધે ખેડૂતોને માત્ર ચોમાસા પૂરતું જ નહીં, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ સિંચાઈનું પૂરતું પાણી મળી રહે છે, જે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં સીધો ભાગ ભજવે છે. આ ઉપરાંત, પશુધનને પીવા માટે અને રોજિંદા વપરાશ માટે બારેમાસ પાણી ઉપલબ્ધ થતાં સમગ્ર ગ્રામીણ અર્થતંત્ર મજબૂત અને આત્મનિર્ભર બને છે.

નવા નીર વધામણાના આ તમામ કાર્યક્રમોમાં તાલુકા પંચાયતના હોદ્દેદારો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, પંચાયતના સભ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App