🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ સિવિલ હોસ્પિટલ: સિનિયર મેડિકલ ઓફિસરના ગેરવર્તનને લઈ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર
Local

રાજકોટ સિવિલ હોસ્પિટલ: સિનિયર મેડિકલ ઓફિસરના ગેરવર્તનને લઈ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Aug 2026, 08:44 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર સાથે અભદ્ર ભાષામાં વાતચીત અને ગેરવર્તન કરવામાં આવતા વિવાદ વકર્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર મેડિકલ ઓફિસર સામે રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ ઉગ્ર બન્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પેશન્ટ અંગેની માહિતી મેળવવા ગયેલા એક રેસિડેન્ટ ડોક્ટર સાથે સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હોસ્પિટલ તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ મામલે કોઈ યોગ્ય નિવેડો ન આવતા મોટી સંખ્યામાં ડોક્ટરો એકઠા થયા હતા. વિરોધના ભાગરૂપે ડોક્ટરોએ ઇમરજન્સી વોર્ડની બહાર ધરણા શરૂ કર્યા છે.

રેસિડેન્ટ ડોક્ટરોની મુખ્ય માંગણી સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવાની છે. હાલમાં સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
📲Get App