🔥 TRENDING Panama-Flagged Ship Hits Near Strait o... Harmanpreet Kaur resigns as India wome... Jamtara Girls Lakshmi, Purnima Make Hi... Muslim Mother Granted Custody of Daugh... Congress Workers Clash with Police Out... Sourav Ganguly Named Head Coach of Del...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારડીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી: અરોડિયા અને રામદેવ હોટલનો પરવાનો સ્થગિત
Local

પારડીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી: અરોડિયા અને રામદેવ હોટલનો પરવાનો સ્થગિત

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 21 Aug 2026, 11:44 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લાના પારડીમાં સ્વચ્છતાના અભાવે બે હોટલો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી ધંધો બંધ કરાવ્યો છે.

વલસાડ જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી ન થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાભરમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે પારડી તાલુકામાં આવેલી અરોડિયા હોટલ પ્રાઇવેટ લિમિટેડ (હોટલ ફાઉન્ટેન) અને રામદેવ હોટલ પર વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.

શુક્રવારે સાંજે 5 કલાકે જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, તપાસ દરમિયાન બંને હોટલના રસોડામાં ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત, હોટલ સંચાલકો દ્વારા પાણીના રિપોર્ટ અને કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા, જે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે.

નિયમોનું પાલન ન કરવા બદલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક અસરથી બંને હોટલનો પરવાનો સ્થગિત કરી દીધો છે અને હોટલનો ધંધો બંધ કરાવી દીધો છે. વિભાગની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ખાદ્ય વ્યવસાયોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
📲Get App