🔥 TRENDING हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય: દારૂ અને ગુટકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
Local

બનાસકાંઠાના બાદરગઢ ગામનો મોટો નિર્ણય: દારૂ અને ગુટકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 12:58 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલનપુરના બાદરગઢ ગામે યુવાનોના ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગામમાં દારૂ અને ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો સામૂહિક નિર્ણય લીધો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે એક પ્રશંસનીય અને કડક નિર્ણય લીધો છે. ગામના સ્વાસ્થ્ય અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી ગ્રામજનોએ એકસાથે મળીને ગામમાં દારૂ, ગુટકા અને પેકિંગ પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.

આ નિર્ણયના અમલીકરણ માટે ગ્રામસભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી ૧ સપ્ટેમ્બરથી ગામમાં આ તમામ નશાકારક વસ્તુઓના વેચાણ પર કાયમી પ્રતિબંધ લાગુ થઈ જશે. ગ્રામજનોનો આ સામૂહિક નિર્ણય હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, દંડની સાથે તે વ્યક્તિના ઘર કે દુકાનનું નળ અને વીજ કનેક્શન કાપી નાખવાની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે.

ગામના બાળકો અને યુવાનો વ્યસનથી દૂર રહે અને સમગ્ર ગામનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગ્રામજનો દ્વારા લેવાયેલું આ પગલું અન્ય ગામો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
📲Get App