🔥 ट्रेंडिंग जकारखंड में कांग्रेस कार्यकर्ता पुलिस... सौरभ गंगुली बने दिल्ली कैपिटल्स के नए... ChatGPT ने किया उपभोक्ता AI में शीर्ष... बहराइच में जिलाधिकारी ने दिव्यांग मुबी... केजेपी ने केरल को बनाया केंद्र, 20,000... सीबीआई ने पंजाब सीएम भगवंत मान के कैंप...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી–ચેન્નાઈ એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું: મુસાફરોને મળશે સીધી કનેક્ટિવિટી
स्थानीय

પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી–ચેન્નાઈ એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું: મુસાફરોને મળશે સીધી કનેક્ટિવિટી

✍️ रिपोर्टर: Shripalbhai Sudhirbhai Salvi 🗓 21 अग. 2026, 07:30 PM 👁 49
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ રેલવે સ્ટેશન પર નવી ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનાથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સાથે સીધો સંપર્ક વધશે.

પાટણ રેલવે સ્ટેશન પર હવે ટ્રેન નંબર 20626/20625 ભગત કી કોઠી–MGR ચેન્નાઈ સેન્ટ્રલ–ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસનો વધારાનો સ્ટોપ આપવામાં આવ્યો છે. આ નવી સુવિધાના કારણે પાટણના મુસાફરોને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોના મોટા શહેરો સુધી પહોંચવા માટે સીધી રેલવે કનેક્ટિવિટી મળી રહેશે.

આ ટ્રેનને પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી, અમદાવાદના DRM વેદ પ્રકાશ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

આ નવી સુવિધાથી મુસાફરોને મોટી રાહત મળશે અને પર્યટનને વેગ મળશે. આ ઉપરાંત, પાટણના વેપાર, હસ્તકલા અને વિશ્વપ્રસિદ્ધ પાટોળા ઉદ્યોગને પણ આ કનેક્ટિવિટીથી નવું પ્રોત્સાહન મળશે. અમદાવાદ ડિવિઝન મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.
📲Get App