🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસા: ગરીબ નવાજ સોસાયટીમાં આખલાઓની લડાઈમાં ૭ વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ
Local

મોડાસા: ગરીબ નવાજ સોસાયટીમાં આખલાઓની લડાઈમાં ૭ વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 02:10 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાની ગરીબ નવાજ સોસાયટીમાં બે આખલાઓ વચ્ચેની ભીષણ લડાઈમાં ૭ વર્ષનો માસૂમ બાળક અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મોડાસા શહેરના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. શહેરની ગરીબ નવાજ સોસાયટીમાં અચાનક બે તોતિંગ આખલાઓ વચ્ચે ભીષણ લડાઈ ફાટી નીકળી હતી. આ બંને આખલાઓ એકબીજા પર હુમલો કરતા કરતા બેકાબૂ બની ગયા હતા અને રસ્તા પર પાર્ક કરેલા વાહનો તેમજ ઘર તરફ ધસી આવ્યા હતા.

આ ભયાનક ઝપાઝપી દરમિયાન શેરીમાં હાજર ૭ વર્ષનો માસૂમ બાળક આખલાઓની અડફેટે આવી ગયો હતો. લડતા-લડતા એક આખલો સીધો બાળક પર પડતાં તે ગંભીર રીતે કચડાઈ ગયો હતો. આ ઘટનામાં બાળકના ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ મહામુસીબતે આખલાઓને ભગાડીને બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ હોસ્પિટલમાં બાળક પર સારવાર ચાલી રહી છે.
📲Get App