🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમવાર ભારત બહાર તુલસી જયંતિની ભવ્ય ઉજવણી
Religion

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમવાર ભારત બહાર તુલસી જયંતિની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 09:20 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે મોરારી બાપૂની રામકથા દરમિયાન ઐતિહાસિક રીતે તુલસી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં પરમ પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથા ‘માનસ ગુરૂ પ્રસાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના મંચ પરથી પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જે ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવની ક્ષણ બની હતી.

આ ઐતિહાસિક પ્રસંગે વિદેશની ધરતી પર પહેલીવાર તુલસી, વ્યાસ, વાલ્મીકિ અને રત્નાવલી એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ્સ દ્વારા સાહિત્યિક અને આધ્યાત્મિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રામચરિતમાનસ અને ગોસ્વામી તુલસીદાસની સાહિત્યિક-આધ્યાત્મિક પરંપરાનો વૈશ્વિક સ્તરે પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં થયેલી આ ઉજવણીએ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવી છે.
📲Get App