🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા: ગીચ રહેણાંક વિસ્તારમાં 'આનંદ મેળો' શરૂ થતાં સ્થાનિકોમાં રોષ, સુરક્ષા અને મંજૂરી સામે ઉઠ્યા સવાલો
Local

મહુવા: ગીચ રહેણાંક વિસ્તારમાં 'આનંદ મેળો' શરૂ થતાં સ્થાનિકોમાં રોષ, સુરક્ષા અને મંજૂરી સામે ઉઠ્યા સવાલો

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 20 Aug 2026, 07:48 PM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે સ્વામિનારાયણ માર્ગ પર રહેણાંક વિસ્તારમાં મેળાના આયોજન સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત સ્વામિનારાયણ માર્ગ નજીક સૂર્યદીપ સોસાયટી અને આસપાસના ગીચ રહેણાંક વિસ્તારમાં 'આનંદ મેળો' શરૂ કરવાની તૈયારીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશરે ૨૦ હજારથી વધુ નાગરિકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં જોખમી એમ્યુઝમેન્ટ રાઈડ્સનું ફિટિંગ શરૂ થતાં રહીશોએ તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોના મતે, કોઈપણ મોટા મેળાઓ શહેરની બહાર ખુલ્લા મેદાનમાં યોજવા જોઈએ, પરંતુ અહીં રહેણાંક વિસ્તારની વચ્ચે જ આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૂર્યદીપ સોસાયટીના રહીશ હર્ષ કટારીયા સહિતના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સક્ષમ અધિકારીઓની સત્તાવાર મંજૂરીઓ અને લોકોના અભિપ્રાય લીધા વગર જ આ કામગીરી શરૂ કરી દેવાઈ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરક્ષા નિયમો કડક હોવા છતાં, આ મેળા માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, આર.એન્ડ.બી. વિભાગનું ફિટનેસ સર્ટિફિકેટ અને ફાયર NOC જેવી બાબતો અંગે તંત્ર મૌન છે. આ ઉપરાંત, સાંકડા રસ્તાઓ પર ટ્રાફિક જામ, ધ્વનિ પ્રદૂષણ અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પણ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે.

લોકમુખે એવી ચર્ચા પણ છે કે અગાઉ વિરોધને કારણે આ જગ્યાએ મેળો રદ કરવામાં આવ્યો હતો, છતાં ફરીથી કયા આધારે કામ શરૂ થયું તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે જો આ મેળો સરકારી નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને શરૂ કરવામાં આવતો હોય, તો તુરંત રાઈડ્સનું કામ અટકાવી તેને શહેર બહાર ખસેડવામાં આવે. હવે મહુવા નગરપાલિકા, મામલતદાર અને પોલીસ પ્રશાસન આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
📲Get App