🔥 TRENDING અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પીપાવાવ બ્રિજ પર ટુ-વ્હીલરનો ગંભીર અકસ્માત, એકનું સારવાર દરમિયાન મોત
National

પીપાવાવ બ્રિજ પર ટુ-વ્હીલરનો ગંભીર અકસ્માત, એકનું સારવાર દરમિયાન મોત

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 20 Aug 2026, 05:28 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોમનાથ-ભાવનગર હાઇવે પર રાજુલા નજીક પીપાવાવ બ્રિજ પર ટુ-વ્હીલરનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

પીપાવાવ બ્રિજ પર ટુ-વ્હીલરનો ગંભીર અકસ્માત, એકનું સારવાર દરમિયાન મોત

અમરેલી/રાજુલા: સોમનાથ-ભાવનગર હાઇવે પર રાજુલા નજીક પીપાવાવ બ્રિજ પર ટુ-વ્હીલરનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, એક ફોરવ્હીલ વાહને ટુ-વ્હીલરને અકસ્માત કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

બંને ઇજાગ્રસ્તો ચાંચ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માલદેવ બાલાભાઈ ગુજરિયાને વધુ સારવાર માટે મહુવા ખસેડવામાં આવ્યા હતા.

મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માલદેવભાઈ ગુજરિયાનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

યોગેશ કાનાબાર અમરેલી
📲Get App