🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 20 Aug 2026, 09:42 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની સફળતા બદલ જિલ્લા વહીવટતંત્રના અધિકારીશ્રીઓને બિરાદવતા જિલ્લા કલેક્ટરશ્રી

ધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નોનું સકારાત્મક નિવારણ

અમરેલી તા.૨૦ ઓગસ્ટ,૨૦૨૬ (ગુરુવાર)
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો, વિવિધ વિભાગને લગત પ્રશ્નોની હાલ સુધીની પ્રગતિલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા હાથ ધરીને સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.

તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્વાતંત્ર્ચ દિવસની રાજ્યકક્ષાની સફળ ઉજવણી બદલ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટીમ અમરેલીએ સુચારુ રીતે સફળ ઉજવણી કરી જે બદલ ઉચ્ચ કક્ષાએથી પણ સૌને અભિનંદન આપવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં રાસાયણિક ખાતર, અન્ય જરૂરી પુરવઠાનો નિયમિત પ્રવાહ સહિતના મુદ્દે સમીક્ષા કરી અને જરૂરી પુરવઠો જળવાઈ રહે તે માટે દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનું આંતરિક સંક્લનથી હકારાત્મક નિરાકરણ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ માસિક વિતરણ અંગેની માહિતી આપી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.જે. પ્રજાપતિ, નાયબ વનસંરક્ષક શ્રી ગીરપૂર્વ, વિકાસ યાદવ, પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.જે.જાડેજાએ કર્યુ હતું.
📲Get App