🔥 TRENDING उमेश शर्मा पारसोली ने वार्ड 3 में पूर्... Inaugural Sikkim Riders Meet 2026 Laun... ದೇವದುರ್ಗದ ಮೋಮಿನ್‌ಪುರ ಓಣಿಯಲ್ಲಿ ಸ್ವಚ್ಛತೆ... Sikkim BJP ST Morcha Puts Forward Thre... Amit Shah Declares 'No Local Terrorist... मंडरायल पंचायत समिति में नव निर्वाचित...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદ-સોદરડા રોડ પર એસ.ટી. બસ અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવતીનું મોત
Local

કેશોદ-સોદરડા રોડ પર એસ.ટી. બસ અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત: યુવતીનું મોત

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 20 Aug 2026, 07:04 PM 👁 100
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ-સોદરડા રોડ પર એસ.ટી. બસ અને એક્ટીવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવતીનું કરુણ મોત નીપજ્યું છે.

કેશોદ-સોદરડા રોડ પર એસ.ટી. બસ અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટીવા ચાલક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા પણ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી.

યુવતીના અકાળે અવસાનને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App