🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ 'કિંગ કુકાવાસ' ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો
Crime

સાબરકાંઠા: ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ 'કિંગ કુકાવાસ' ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Aug 2026, 02:50 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા 'કિંગ કુકાવાસ' ગેંગના આરોપી ગોમાભાઈ બુંબડીયાને ઝડપી પાડ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ ફર્લો પરના આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી ગોમાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ પનીયાભાઈ બુંબડીયાને ઝડપી લીધો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એલસીબીની ટીમે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબડીયા ગામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન લાંબડીયા સિવિલ હોસ્પિટલ સામેની દુકાનો પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ૨૪ વર્ષીય આરોપી ગોમાભાઈ બુંબડીયાને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા છાવણીના કુકાવાસનો રહેવાસી છે.

પકડાયેલો આરોપી ગોમાભાઈ ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાપરાધ મનુષ્યવધ, આર્મ્સ એક્ટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે, જેમાં ગુજરાતના ખેડબ્રહ્મા, સતલાસણા, વિસનગર ઉપરાંત રાજસ્થાનના આબુ રોડ, પિન્ડવારા અને સુખેર પોલીસ સ્ટેશનમાં ચોરીની અનેક ફરિયાદો નોંધાયેલી છે. હાલમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ અર્થે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો છે.
📲Get App