🔥 ट्रेंडिंग 66 वर्षीय महिला के मौत का आरोपी गिरफ्त... અમદાવાદમાં સાયબર સુરક્ષા માટે 'Kanaad... ધારી-અમરેલી રોડ પર માળીલા ફાટક પાસે કા... વીરપુરના મેવાસા સેજા ખાતે આંગણવાડી વર્... નેશનલ હાઈવે-48 પર રિપેરિંગ કામને લીધે... સાબરકાંઠા: કુખ્યાત 'કિંગ કુકાવાસ' ગેંગ...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખન

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 20 अग. 2026, 02:26 PM 👁 8
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના

.વાગરા તાલુકા કૉંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ: આંગણવાડીઓમાં નાસ્તાનું વિતરણ કરાયું
​વાગરા:
આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દેશના યુવા વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે વાગરા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમની શરૂઆતમાં વાગરા કૉંગ્રેસ કાર્યાલય ખાતે કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વ. રાજીવ ગાંધીજીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક સેવાના ભાગરૂપે સ્થાનિક આંગણવાડીઓમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
​આ પ્રસંગે વાગરા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલે સ્વ. રાજીવ ગાંધીજીના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાનો જે ઔદ્યોગિક વિકાસ થયો છે, તેનો પાયો રાજીવ ગાંધીજીએ ૧૯૮૪ થી ૧૯૮૯ દરમિયાન IPCL પ્લાન્ટની સ્થાપના કરીને મૂક્યો હતો. તેમણે આ પ્લાન્ટનું ખાતમુરત કર્યું હતું, જેના પરિણામે ભરૂચ, અંકલેશ્વર અને દહેજ GIDC ક્ષેત્રે ઔદ્યોગિક પ્રગતિએ ઝડપ પકડી હતી.
​આ શ્રદ્ધાંજલિ અને સેવા કાર્યક્રમમાં વાગરા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, જિલ્લા મહામંત્રી શકીલ રાજ, પ્રવક્તા રઘુવીરસિંહ, જાવિદ પટેલ, મકબુલ વકીલ, હસન ભટ્ટી, ઠાકોર તલાટી, ઇનાયત મન્સૂરી, ફિરોજ રાજ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App