અમરેલી જિલ્લાના સાવરકુંડલા - ખાંભા મથકમાં મિલીપેડ ઇયળો નો આતંક
મિલીપેડ ઇયળો નો આતંક
અમરેલી......
*અમરેલી જિલ્લાના સાવરકુંડલા-ખાંભા પંથકમાં મિલીપેડનો આતંક: કરોડોની સંખ્યામાં ઈયળો ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોનું જીવન દુષ્કર*
---------
મિતિયાળા સહિતના અનેક ગામોમાં મિલીપેડનો ગંભીર ઉપદ્રવ: ખાટલે બેસીને જમવા મજબૂર બન્યા ગ્રામજનો.
---------અ
સાવરકુંડલા-ખાંભા પંથકમાં મિલીપેડની લાખો-કરોડોની સંખ્યામાં ફોજ.
-----------
ડુંગરાના ખોદકામ અને જેસીબીના વધતા ઉપયોગ સામે ગ્રામજનોનો આક્રોશ: સામાન્ય જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત.
--------
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, જેમાં મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ગામોનો સમાવેશ થાય છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી મિલીપેડ (કાઉંસી ઈયળ) એ ભારે ત્રાસ મચાવ્યો છે. કરોડોની સંખ્યામાં જોવા મળતી આ ઈયળોના ઉપદ્રવને કારણે સ્થાનિક ગ્રામજનોનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે. આ જીવો માત્ર જમીન પર જ નહીં, પરંતુ ઘરની દીવાલો, છત, નળિયા અને ઘરવખરીની તમામ વસ્તુઓ પર આક્રમક રીતે કબજો જમાવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે કફોડી બની છે કે ગ્રામજનો નીચે બેસીને જમી પણ શકતા નથી અને તેમણે મજબૂર થઈને જમવા માટે ખાટલાનો સહારો લેવો પડે છે. ઘરની તમામ ખાદ્ય સામગ્રી અને આવશ્યક ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ઊંચાઈ પર મૂકવી પડે છે, જેના કારણે લોકોનું રોજિંદું જીવન અત્યંત કષ્ટદાયક અને દુષ્કર બન્યું છે
મિતિયાળાના જાગૃત નાગરિકો અને સ્થાનિકોએ આ વિકરાળ સમસ્યા પાછળ વિસ્તારમાં વધતી જતી ગેરકાયદેસર બાંધકામ અને ખનન પ્રવૃત્તિઓને મુખ્ય જવાબદાર ગણાવી છે. ગ્રામજનોના મતે, જ્યારેથી આ વિસ્તારમાં જેસીબી મશીનો દ્વારા ડુંગરાઓનું અડેખડ કપાણ અને ખોદકામ શરૂ થયું છે, ત્યારથી આ જીવોનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. વન્ય જીવો અને કુદરતી આવાસ છીનવાઈ જવાથી આ જીવો નાછૂટકે માનવ વસાહતો તરફ વળ્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે તાત્કાલિક અસરથી યોગ્ય તપાસ કરી નક્કર પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ આ મુજબની છે કે આ સમસ્યાના મૂળ કારણો જાણવા માટે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે.
ઘરની અંદર અને આસપાસના વસ્તીવાળા વિસ્તારોમાં યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સલામત ઉપચારો કરવામાં આવે. તેમજ ડુંગરા વિસ્તારમાં થતા અતિશય ખનન અને પર્યાવરણીય ફેરફારોની ગંભીર અસર અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવે.
આટલી મોટી સંખ્યામાં મિલીપેડનો આતંક સામાન્ય ઋતુચક્રનો ભાગ મટીને હવે વિફરેલી આફત બન્યો છે, જે સામાન્ય જનતા માટે ભારે માનસિક અને શારીરિક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કોઈ સત્વરે નક્કર પગલાં લેવામાં આવે તેવી સમગ્ર પંથકની પ્રબળ લાગણી છે.
બાઈટ
નાનુભાઈ કાનજીભાઈ સાપરીયા
કાદર ભાઈ નાનુડી
કાળુશા નતુશા પઠાણ મીતીયાળા
રીપોર્ટર -સમીર ખોખર અમરેલી....