🔥 TRENDING IGN Releases Official Mobile Gameplay... માણાવદર વિસ્તારના ડેમોમાં સૌની યોજનાનુ... Kuki woman killed and houses set ablaz... Manipur CM Calls for Resignation of Co... Police Monitor BJP Protest March from... Police clash with protesters near Raji...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીના લુશાળા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા
Crime

વંથલીના લુશાળા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 20 Aug 2026, 12:26 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાના લુશાળા ગામે જાહેર જગ્યાએ જુગાર રમતા ૬ ઇસમોને પોલીસે મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વંથલી તાલુકાના લુશાળા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલી એક જાહેર જગ્યાએ ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી વંથલી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ દીલીપ બચુભાઈ તથા તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની આ કાર્યવાહીમાં જુગાર રમતા ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી હાર-જીતના જુગાર માટે વપરાતી રૂ. ૪,૬૩૦ની રોકડ રકમ, ૫૨ ગંજીપત્તાના પાના અને એક પાથરણું મળી કુલ રૂ. ૪,૬૩૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

ઝડપાયેલા તમામ ૬ ઇસમો લુશાળા ગામના જ રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App