🔥 TRENDING Rajasthan Allocates ₹790 crore to Rebu... केंद्रीय राज्य मंत्री व बिलासपुर सांसद... हाथरस गेट के यादव ग्राउंड में 11,000 व... ਡਾ. ਦਲਜੀਤ ਸਿੰਘ ਚੀਮਾ ਨੇ ਰੂਪਨਗਰ ਤੋਂ ਸ਼ੁਰ... डबरा में जाम में फंसे युवक की अस्पताल... NDA Tensions in Bihar: Three MLAs Back...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રોહિબિશન ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર પેરોલ ફ્લો ટીમે રતનપર વિસ્તારમાંથી પકડી ધ્રાંગધ્રા પોલીસને સોંપ્યો
Crime

પ્રોહિબિશન ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર પેરોલ ફ્લો ટીમે રતનપર વિસ્તારમાંથી પકડી ધ્રાંગધ્રા પોલીસને સોંપ્યો

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 10:14 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રોહિબિશન ગુનાનો નાસતો ફરતો આરોપી
ઝડપાયો:સુરેન્દ્રનગર પેરોલ ફ્લો ટીમે રતનપર વિસ્તારમાંથી પકડી ધ્રાંગધ્રા પોલીસને સોંપ્યો

ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાંથી ઝડપાયો છે. સુરેન્દ્રનગર પેરોલ ફ્લો ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી તેને પકડી પાડયો હતો.પેરોલ ફ્લો ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રાના પ્રોહિબિશન ગુનાનો આરોપી રતનપર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન, ધ્રાંગધ્રાના રહેવાસી મયુદીન યાકુબભાઇ મંડલીને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો.ધ્રાંગધ્રા સિટી પોલીસે આ મામલે

આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
📲Get App