🔥 TRENDING ਕੋਟਲੀ ਸੰਗਰ ਵਿੱਚ ਅਮ੍ਰਿਤਾ ਵੜਿੰਗ ਨੇ ਕਾਂਗਰ... નવસારીમાં બસ અને મોપેડ વચ્ચે ટક્કર, મો... એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પા... Awarapan 2 posts 122% ROI on fifth day... Namchi Police Launch Nasha Mukt Bharat... NPS Pipe Band clinches top spot at Ind...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 19 Aug 2026, 12:17 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી, પીપાવાવ મરીન પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો

એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી, પીપાવાવ મરીન પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો

અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક શકમદ ઇસમને તાંબા, પિત્તળ તથા કાંસાના વાસણો સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા રાજુલા તાલુકાના કડીયાળી ગામે એક રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરી કરેલની કબુલાત આપતા, પીપાવાવ મરીન પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

સંજયભાઈ ઉર્ફે સુનીલ ધનજીભાઈ ખસીયા, ઉ.વ.૨૫, રહે.કડીયાળી, તા.રાજુલા, જિ.અમરેલી.

→ કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

ત્રાંબા, પિત્તળ અને કાંસાના વાસણો મળી કુલ કિ.રૂ.૧૫,૨૪૦/- નો મુદ્દામાલ.

→ પકડાયેલ આરોપીએ ગુનાની આપેલ કબુલાલની વિગતઃ-

પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.

(૧) પકડાયેલ આરોપી આજથી આશરે વીસેક દિવસ પહેલા રાત્રીના આશરે એકાદ વાગ્યના અરસામાં પોતાની બાજુમાં રહેતા દિનેશભાઈ કાનાભાઈ ધાખડાના રહેણાંક મકાનમાં દિવાલ કુદી, રૂમના દરવાજાનું તાળુ તોડી, તાંબા, પિત્તળ તથા કાંસાના વાસણોની ચોરી કરેલાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા પીપાવાવ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૪૫૨૬૦૨૩૮/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૩૧ (૪), ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ ગુનો રજી. થયેલ છે.

→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ ઇસમ નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.

(૧) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૩૪૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૨૯૬(બી), ૩૫૨, ૩૫૬(૨), ૫૪ મુજબ.

(૨) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૬૦/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૩) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૦૫૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૮૦ મુજબ.

(૪) જાફરાબાદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૫૦૧૬૫/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબ.

→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, લીલેશભાઈ બાબરીયા, જનકભાઇ હિમાસીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ
📲Get App