🔥 TRENDING হুগলি জেলায় ক্যারিয়ার কাউন্সেলিং সেশন... Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર સોમનાથ 

શ્રાવણ સુદ સાતમ પર્વે સોમનાથ મહાદેવનો વિશેષ ઓમકાર શૃંગાર......
Travel

ગીર સોમનાથ શ્રાવણ સુદ સાતમ પર્વે સોમનાથ મહાદેવનો વિશેષ ઓમકાર શૃંગાર......

✍️ Reporter: Sachin Vala 🗓 19 Aug 2026, 10:55 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રાવણ સુદ સાતમ પર્વે સોમનાથ મહાદેવનો વિશેષ ઓમકાર શૃંગાર

સોમનાથ: 19/08/2026, બુધવાર

શ્રી સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત વિશેષ 'ઓમકાર દર્શન' શૃંગારથી શૃંગારિત કરાયા હતા. ચંદન, ભસ્મ અને પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપના દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા.

તો ચાલો જાણીએ, 'ૐ' માત્ર ચિહ્ન છે, શબ્દ છે કે પછી ચેતના?

'ૐ' એ માત્ર ત્રણ અક્ષરોથી બનેલું પ્રતીક જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિની ઊર્જાનો સ્રોત છે. 'ૐ' એ આપણા બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ છે, જે સિદ્ધિઓ, શાંતિ અને અધ્યાત્મ તરફ દોરી જાય છે.

ૐ: સૃષ્ટિના સર્જનનો નાદ
વેદોમાં ઉલ્લેખ છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે જે પ્રથમ અવાજ થયો — એ અવાજ હતો "ૐ"નો. ૐ એ બ્રહ્માંડનો મૂળ નાદ છે, જેને 'બ્રહ્મનાદ' પણ કહેવાય છે. આ નાદમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રગટ થઈ અને આજે પણ તે ધ્વનિ બધું જ ચલાવી રહ્યો છે.

ૐ એ ત્રિમૂર્તિનું પ્રતીક છે
ૐની અંદર 'અ', 'ઉ' અને 'મ' — આ ત્રણ ધ્વનિ છે, જે ક્રમશઃ બ્રહ્મા (સર્જન), વિષ્ણુ (પોષણ) અને મહેશ (વિસર્જન)ના પ્રતીક છે. એટલું જ નહીં, ૐ આપણા શરીરની ત્રણ અવસ્થાઓ – જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને પણ દર્શાવે છે.

ધ્યાન અને મનની શાંતિ માટે ૐ
જ્યારે પણ કોઈ વ્યક્તિ “ૐ”નો ઉચ્ચાર કરે છે, ત્યારે શરીરમાં એક સ્થિરતા આવે છે, મનમાં શાંતિ અને હૃદયમાં ઊર્જાનો પ્રવાહ વહે છે. આધ્યાત્મિક સાધનામાં ૐ જ્ઞાન તરફ લઈ જતો માર્ગ છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ ૐ વૈજ્ઞાનિક સંશોધનોમાં સાબિત થયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ "ૐ"નો ઊંડો ઉચ્ચાર કરે છે, ત્યારે મગજના જ્ઞાનતંતુઓમાં એક પ્રકારના વિશેષ તરંગો સર્જાય છે; જે મનને શાંત બનાવે છે, તણાવ ઓછો કરે છે અને એકાગ્રતા વધારે છે.

ૐ એ એકતાનું પ્રતીક છે
કોઈપણ મંત્રનો આરંભ ૐ થી થાય છે — ચાહે તે સંસ્કૃત મંત્ર હોય કે તંત્ર, યોગ હોય કે વિધાન — ૐ એ ઈશ્વર સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. સંક્ષેપમાં કહીએ તો ૐ એ નાદ છે, શ્વાસ છે, શાંતિ છે અને શ્રદ્ધાનો આધાર છે. જે દિવસે આપણે ૐના અર્થને માત્ર મંત્રરૂપે નહીં, પણ જીવનમાં અનુભવ રૂપે ઉતારી લઈશું, એ દિવસે આપણું જીવન શિવમય અને શાંતિમય બની જશે.

સફેદ ગુલાબ, લાલ ગુલાબ, કેસરી અને પીળા ગલગોટા સહિત ૧૨૧ કિલો વિવિધ પુષ્પોથી આજે સોમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ
📲Get App