🔥 TRENDING અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટરનો ગુસ્સો:... Court Rules: Out-of-State Produce Ente... Uttarakhand HC Seeks Reply on PIL Alle... Delhi records 98 dengue cases in first... Delhi Police Equip Officers with Bodyc... Delhi to Enforce New GRAP Rules Across...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેડજીના મુવાડા ગામે ડીવાઈડર કટ ન હોવાથી ગ્રામજનોને મુશ્કેલી
National

મેડજીના મુવાડા ગામે ડીવાઈડર કટ ન હોવાથી ગ્રામજનોને મુશ્કેલી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 19 Aug 2026, 12:34 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા તાલુકાના લુણાવાડા ગોધરા હાઇવે પર લુણાવાડા થી ૬ કિલોમીટરના અંતરે આવેલા મેળજીના મુવાડા ગામ પાસે હાઇવે ઉપર ડિવાઈડર કટ ન હોવાથી ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવેથી અંદરની તરફ મેરજીના મુવાડા નવા મુવાડા જુના મુવાડા સાત તળાવ મોહિયાના તળાવ ઉપરાંત ડુંગરાળ વિસ્તારમાં અનેક નાના-મોટા નામો આવેલા છે ઉપરાંત શહેરા તાલુકાના સરહદી વિસ્તારના અનેક વિસ્તારો જેવા કે ઊંડારા બલુજી ના મુવાડા ચારી ખોખરવા જેવા નાના મોટા 12 થી 15 જેટલા ગામો માટે લુણાવાડા આવવા માટે આ એક અગત્યનો માર્ગ છે આ રોડ જ્યાં હાઇવે સાથે મળે છે ત્યાં હાઇવે ના ડિવાઈડર ઉપર સામેની તરફ જવા માટે કટ આવેલ ન હોવાથી વાહન ચાલકો ને ગોધરા તરફ જવું હોય તો ચોપડા ગામે અને લુણાવાડા તરફ જવું હોય તો ભાયાસર ગામે જઈને યુ ટર્ન લેવો પડે છે જે અંતર બંને તરફનું એક કિલોમીટર કરતાં પણ વધી જાય છે જેના કારણે સમય અને બળતણનો વ્યય થાય છે ક્યારેક ઇમર્જન્સી પરિસ્થિતિમાં જવાનું થાય ત્યારે બંને તરફ જનાર લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ બાબતે ગ્રામજનો તથા અગ્રણીઓએ માર્ગ અને મકાન વિભાગ તથા રોડ ઓથોરિટી સમક્ષ અનેક વાર રજૂઆતો કરેલ છે છતાં પણ આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવેલ નથી કેટલીક વાર નાના વાહન ચાલકો જોખમી રીતે ડિવાઈડર ઉપરથી પોતાના વાહનો પસાર કરતા હોય છે આ તમામ ગ્રામજનોના તથા તેમના અગ્રણીઓની માર્ગ અને મકાન વિભાગને નમ્ર અપીલ છે કે લુણાવાડા ગોધરા હાઇવે પર સત્વરે ડિવાઇડર કટ બનાવવામાં આવે જેથી વાહન વ્યવહાર સરળ અને લોકો માટે રાહત રૂપ બને
📲Get App