🔥 TRENDING ರವಿ ಹಂಜಿ ಮತ್ತು ವಿಶ್ವವಾಣಿ ಪತ್ರಿಕೆ ಸಂಪಾದ... हजारीबाग दारू । बड़वार बिरहोर टोला में... अंबा प्रसाद को AICC के राष्ट्रीय सचिव... બાબરા તાલુકાના વાંકીયા ગામમાં માર્ગ અવ... বসিরহাটে ২১ জন তৃণমূল কংগ্রেস সদস্যের... কলকাতা মেডিকেল কলেজে নকশাল পন্থি ছাত্র...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમસ્ત ખારવા સમાજ પ્રમુખ વેરાવળ જીતુભાઈ કુહાડા નું સન્માન
Local

સમસ્ત ખારવા સમાજ પ્રમુખ વેરાવળ જીતુભાઈ કુહાડા નું સન્માન

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 18 Aug 2026, 11:34 AM 👁 114
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાનું હરસોલા બંધુઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવાનો કાર્યક્રમ ખારવા સમાજની વંડી મુકામે યોજાયો હતો. શ્રી જીતુભાઈએ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૨મી વખત બિનહરીફ ચૂંટાઈને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

આ કાર્યક્રમમાં ગોલારાણા સમાજના હરસિદ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ હરસોલાના પ્રતિનિધિ તરીકે તેમના પરિવારના અગ્રણીઓ સર્વશ્રી કપિલભાઈ હરસોલા, ભરતભાઈ હરસોલા, ઉમેશભાઈ હરસોલા તેમજ પરેશભાઈ હરસોલા ઉપસ્થિત રહ્યા.

શ્રી જીતુભાઈનું શાલ, હારતોરા અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું. આ સમયે હરસોલા પરિવાર દ્વારા શ્રી જીતુભાઈને ઉત્તરોત્તર સમાજ સેવાના કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App