🔥 TRENDING Telangana Election Commission redraws... Vijayasai Reddy to Launch New Politica... Legal challenges loom over Andhra Prad... US labels Gujarat as 'dangerous' over... Farmer Panel Takes Over Gujarat’s Larg... Gujarat Health Minister to Inaugurate...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીની શાળામાં બાળકો ભણે છે કે જીવના જોખમે ભવિષ્ય ઘડે છે?

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Aug 2026, 10:39 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની શાળામાં બાળકો ભણે છે કે જીવના જોખમે ભવિષ્ય ઘડે છે?

32 વર્ષના ભાજપના શાસન બાદ અમરેલી શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળાની આ સ્થિતિ ગુજરાતના શિક્ષણ મોડેલ પર મોટો સવાલ છે!

આજરોજ નિકુંજ સાવલિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા હનુમાનપરા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સામે આવેલી સ્થિતિ માત્ર દુઃખદ નથી, પરંતુ ગુજરાતના શિક્ષણ તંત્રની વાસ્તવિકતા છતી કરતી અત્યંત ગંભીર બાબત છે.

જર્જરીત શાળાનું બિલ્ડિંગ — એક વર્ગખંડ એટલો જર્જરીત છે કે તેમાં બાળકોને બેસાડી શકાતા નથી.

9 વર્ગ માટે માત્ર 2 જેટલા ઉપયોગી રૂમની વ્યવસ્થા — બાલવાટિકા સહિત ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરતી વર્ગખંડની સુવિધા નથી.

કેટલાક બાળકોને જમીન પર બેસીને ભણવું પડે છે.

બાળકોને ઓસરી અને ભોજનાલયના રૂમમાં બેસાડીને શિક્ષણ આપવાની ફરજ પડે છે.

શાળામાં ગંદકી અને અસ્વચ્છતાનું વાતાવરણ છે, જે બાળકોના આરોગ્ય માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.

અને સૌથી ગંભીર બાબત...

વીજળી ચાલુ કરતાં શાળાના દરવાજા, રેલિંગ સહિત બિલ્ડિંગના વિવિધ ભાગોમાં કરંટ આવતો હોવાની ફરિયાદ સામે આવી છે.

આવી સ્થિતિમાં બાળકો અને શિક્ષકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?

જો એક બાળકને કરંટ લાગીને ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે?

આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ કેમ કરવામાં આવ્યું નથી?

થોડો વરસાદ પડે તો શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે.

યોગ્ય કમ્પાઉન્ડ વોલ નથી.

યોગ્ય ગેટની વ્યવસ્થા નથી.

એટલે સવાલ એ છે કે આ શાળા વિદ્યામંદિર છે કે સરકારની બેદરકારીનું જીવતું-જાગતું સ્મારક?



15 ઓગસ્ટે કરોડોનો કાર્યક્રમ, પણ શાળામાં મૂળભૂત સુવિધા નથી!

થોડા દિવસ પહેલાં અમરેલી શહેરમાં રાજ્ય કક્ષાનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો. મોટા પાયે આયોજન થયું અને કરોડો રૂપિયાનો ખર્ચ થયો.

અમને કાર્યક્રમો સામે વાંધો નથી.

પરંતુ સવાલ એ છે કે આઝાદીના 80 વર્ષ પછી પણ જો દેશના ભવિષ્ય એવા બાળકોને સુરક્ષિત વર્ગખંડ, બેસવાની વ્યવસ્થા અને સુરક્ષિત વીજળી જેવી મૂળભૂત સુવિધા ન મળી શકે, તો 32 વર્ષના ભાજપના શાસને શિક્ષણ ક્ષેત્રે ખરેખર શું કર્યું?

સરકાર પાસે મોટા કાર્યક્રમો માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા છે, પરંતુ બાળકોના વર્ગખંડ માટે કેમ નહીં?

તાયફા માટે બજેટ છે, પણ બાળકો માટે બેન્ચ કેમ નથી?

પ્રચાર માટે વ્યવસ્થા છે, પણ શાળાની સુરક્ષા માટે કેમ નથી?

મોટા ભાષણો માટે મંચ છે, પણ બાળકો માટે સુરક્ષિત વર્ગખંડ કેમ નથી?

આ જ ભાજપ સરકારના 'વિકાસ'ના દાવાની જમીની હકીકત છે!



32 વર્ષ પછી પણ આ સ્થિતિ કેમ?

ગુજરાતમાં ભાજપનું લાંબું શાસન રહ્યું છે. છતાં અમરેલી શહેર જેવી જગ્યાએ જો સરકારી પ્રાથમિક શાળાની આવી સ્થિતિ હોય, તો ગુજરાતના છેવાડાના ગામડાઓની શાળાઓની સ્થિતિ શું હશે?

સરકારે હવે જાહેરાતો નહીં, જવાબદારી અને પરિણામ બતાવવું પડશે.

આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ મત છે કે દેશના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણ અને આરોગ્ય સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.

દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારોએ શિક્ષણ અને આરોગ્યને રાજકારણના કેન્દ્રમાં રાખીને કામ કરવાની દિશા બતાવી છે. ગુજરાત સરકારે પણ એમાંથી શીખવાની જરૂર છે.

ધર્મ અને દેશના નામે કાર્યક્રમો કરવાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને.

દેશનું ભવિષ્ય ત્યારે ઉજ્જવળ બનશે જ્યારે —

દરેક બાળકને સારું શિક્ષણ મળશે
દરેક શાળામાં સુરક્ષિત બિલ્ડિંગ હશે
દરેક શાળામાં સુરક્ષિત વીજળી હશે
સ્વચ્છ પાણી અને સ્વચ્છ વાતાવરણ મળશે
દરેક બાળકને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા મળશે
શિક્ષકોને યોગ્ય માળખાકીય સુવિધા મળશે

મારી સરકારને સ્પષ્ટ માંગ છે કે હનુમાનપરા પ્રાથમિક શાળાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકતી તમામ ખામીઓનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવામાં આવે.

આઝાદીના પર્વની ઉજવણી માત્ર મંચ અને કાર્યક્રમોમાં નહીં, પરંતુ દેશના દરેક બાળકને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને થવી જોઈએ.

આજે હું નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી અમરેલી, દ્વારા કરવામાં આવેલી શાળા મુલાકાતમાં આ ગંભીર હકીકતો સામે આવી છે.

હવે સરકાર જવાબ આપે —
બાળકોના ભવિષ્ય માટે જવાબદારી ક્યારે લેશો?
અને અમરેલીની આ શાળા ક્યારે સુરક્ષિત બનાવશો?
📲Get App