🔥 TRENDING ભરૂચ: સોસાયટીના કોમન પ્લોટમાંથી નવજાત... Tamil OTT Releases Set for 26 Sep–2 Oc... Vi Announces New OTT Releases for Week... R-Rated 'Godzilla Minus Zero' Debuts t... Taylor Swift's Madonna Moment Gets Wil... Ranbir Kapoor’s Lord Ram BTS clip unve...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગિરનાર પર કાળજું કંપાવી દે તેવી ઘટના, ૧૧ વર્ષના નિર્દોષ બાળકને સિંહ ઉઠાવી ગયો!
National

ગિરનાર પર કાળજું કંપાવી દે તેવી ઘટના, ૧૧ વર્ષના નિર્દોષ બાળકને સિંહ ઉઠાવી ગયો!

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 11 Jul 2026, 10:25 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢના યાત્રાધામ ગિરનાર પરથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે એક સિંહે ૧૧ વર્ષના માસૂમ બાળક પર તરાપ મારી તેને મોઢામાં દબોચી જંગલમાં ખેંચી ગયો છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને યાત્રિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
"મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લામાંથી એક પરિવાર ગિરનારની યાત્રાએ આવ્યો હતો. શનિવારે વહેલી સવારે અંદાજે સાડા ચારથી પોણા છ વાગ્યાની આસપાસ, જ્યારે આ પરિવાર અન્ય યાત્રિકો સાથે અંબાજી માતાના દર્શન કરવા માટે ગિરનારના શરૂઆતના પગથિયાં ચઢી રહ્યો હતો, ત્યારે અચાનક એક સિંહ ઝાડીઓમાંથી બહાર ધસી આવ્યો હતો. સેંકડો શ્રદ્ધાળુઓની નજર સામે જ સિંહે ૧૧ વર્ષના માસૂમ મયૂર ચૌહાણ પર હુમલો કર્યો અને તેને પકડીને જંગલના ગાઢ વિસ્તાર તરફ ભાગી ગયો હતો. આસપાસના લોકો કંઈ સમજે કે બાળકને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલાં જ સિંહ જંગલની ગીચતામાં ગાયબ થઈ ગયો હતો."
"ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે શોધખોળ બાદ જંગલમાંથી માસૂમ બાળકના અવશેષો મળી આવ્યા છે, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ વિસ્તારમાં ત્રણ સિંહોની અવરજવર હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવીને એક સિંહને પાંજરે પૂર્યો છે અને અન્ય સિંહોને ટ્રેક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે."
"આ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગ અને કલેક્ટર પ્રશાસન દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પર જવાનો મુખ્ય પગથિયાંવાળો રૂટ યાત્રિકો માટે હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને હાલ પૂરતું જંગલ સરહદવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે."
"યાત્રાધામ ગિરનારના ઇતિહાસમાં યાત્રિકોની હાજરી વચ્ચે સિંહ દ્વારા બાળકને ઉઠાવી જવાની આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. વન વિભાગ દ્વારા આગામી સમયમાં યાત્રિકોની સુરક્ષા માટે કેવા કડક પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
📲Get App