🔥 ट्रेंडिंग કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શા... रेटड़ा -बलिचा से बाबा रामदेव के दर्शन क... आईआईएफए.कॉम पर दिखे बॉलीवुड सितारों के... राकुल प्रीत सिंह ने कॉफ़ी छोड़ दी, मज़... करिश्मा कपूर ने कहा, करीना 'बेबी' को स... प्रोड्यूसर सुधीप शर्मा ने कॉप ड्रामा क...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટીનમસ ફાટકે સર્કલ ના બનાવવાથી કોંગ્રેસે નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો
अपराध

ટીનમસ ફાટકે સર્કલ ના બનાવવાથી કોંગ્રેસે નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો

✍️ रिपोर्टर: Samir Bhalodiya 🗓 11 जुल. 2026, 02:57 PM 👁 121
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટીનમસ ફાટકે સર્કલ ના બનાવવાથી કોંગ્રેસે નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસે 30 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચેતવણી આપી.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ફાટકે આવેલ જેતપુર–સોમનાથ નેશનલ હાઇવે પર સર્કલના અભાવે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનું જણાવતાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.


કોંગ્રેસના જણાવ્યા મુજબ, તા. 10-07-2026ના રોજ ટીનમસ ગામના રહીશ સીડા હાજી અબ્દુલ્લાભાઈ અને તેમના પત્ની જેબુનબેન સીડા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે કારની ટક્કર લાગતા બંનેનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.


કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે વર્ષ 2015-16થી ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગણી સતત કરવામાં આવી રહી છે, છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડાએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી ટીનમસ ફાટકે તાત્કાલિક સર્કલ બનાવવાની માંગ કરી છે.


કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી 30 દિવસમાં સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ટીનમસ ગામના લોકો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના અહિંસક માર્ગે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
📲Get App