🔥 TRENDING ભરૂચમાં ઇદ-મિલાદુન્નબી અને શ્રાવણ મહિન... Actor Yash appointed Philips India gro... The Hindu publishes its August 18, 202... Jharkhand Government Cancels State Exa... Around 7,000 JPSC and JSSC CGL vacanci... SEBI Confirms Continuation of CAS; Tra...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

જ્ઞાની હોવા માટે વૈજ્ઞાનિક બનવાની જરૂર નથી પડતી: વીરપુરના સરપંચે કરી બતાવ્યું સાબિત!

✍️ Reporter: વનરાજ રૂદાત્રા 🗓 18 Aug 2026, 12:08 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીરપુર જલારામજી વિદ્યાલયનું ૩૫ વર્ષ જૂનું ખંડેર મેદાન હવે તૈયાર થવાના આરે છે. માત્ર ૨૦% કામ બાકી છે ત્યારે સરપંચે પોતાની અદભુત સૂઝબૂઝથી એન્જિનિયરિંગ વગર જ ગ્રાઉન્ડ લેવલ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વીરપુર:
વીરપુરની જાણીતી જલારામજી વિદ્યાલયનું મેદાન બનાવવા માટેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાંથી માત્ર ૨૦ ટકા જેટલું જ કામ હવે બાકી રહ્યું છે અને આગામી બે-ચાર દિવસમાં આ કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે.
​આ ગ્રાઉન્ડ છેલ્લાં ૩૫ વર્ષથી ખંડેર હાલતમાં પડા રહેલું હતું અને ત્યાં બાવળ તથા નકામા જાખરા ઉગી નીકળ્યા હતા. ખાસ વાત એ છે કે વર્તમાન સરપંચ પોતે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને ત્યારથી આ ગ્રાઉન્ડની આ જ દશા હતી, જેથી આ ગ્રાઉન્ડને સુંદર બનાવી બાળકો માટે ઉપયોગી કરવું એ સરપંચનું બાળપણથી જ એક સ્વપ્ન હતું.
​સરપંચની અદભુત સૂઝબૂઝ:
આ ગ્રાઉન્ડના નિર્માણ પાછળ સરપંચે પોતાની અદ્ભુત બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો છે. મેદાનમાંથી ખાડો ખોદીને અંદરથી નીકળેલી માટીનો ઉપયોગ જમીનને એકસરખી લેવલ કરવા માટે કરવામાં આવ્યો છે, જ્યારે મેદાનમાં પડેલા મોટા-મોટા પથ્થરોને ખાડાઓમાં પુરાણ તરીકે વાપરવામાં આવ્યા છે. આ અનોખી પદ્ધતિ દ્વારા સરપંચે સાબિત કરી દીધું છે કે, "જ્ઞાની હોવા માટે કોઈ વૈજ્ઞાનિક બનવાની જરૂર નથી પડતી."
​ગ્રામજનો અને વાલીઓને અપીલ:
આ પ્રસંગે સરપંચે વીરપુર ગામના લોકોને ખાસ અપીલ કરી છે કે, માત્ર મોંઘી પ્રાઇવેટ સ્કૂલો પાછળ દોડવા કરતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકોને આ જલારામજી વિદ્યાલયમાં ભણાવવા મોકલે. આ જ સરકારી શાળામાંથી અગાઉ પણ ઘણા યુવાનો અભ્યાસ કરીને કેમિકલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને આગળ વધી ચૂક્યા છે. ટૂંક સમયમાં જ આ નવું મેદાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાશે.
📲Get App