🔥 TRENDING દેવગઢ, બારિયા: સરકારી હોસ્પિટલમાં 40,0... उपचुनाव में पाँच विधानसभा और एक लोकसभा... Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Aug 2026, 10:34 PM 👁 90
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા
મુખ્યમંત્રીશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી 16 ઓગસ્ટ ની વહેલી પરોઢે અમેરિકા જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રીશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - ૨૦૨૭ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રીશ્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.


મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન ડી સી, ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટર ના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે.
આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.

અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીશ્રીના વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
📲Get App