🔥 TRENDING ગુજરાત વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને શ... राजस्थान में सिंधी भाषा कोर्स का 98.64... Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આરેણા પે સેન્ટર શાળા માં ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી.

આરેણા પે સેન્ટર શાળા માં ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી.

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 16 Aug 2026, 03:28 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ તારીખ -૧૫/૮/૨૬ શનિવાર ના રોજ શાળાના વિશાળ પટાંગણ માં સ્વાતંત્ર્ય પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે ગામની શેરીઓમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી જેમાં અલ્પાબેન, કમલેશભાઈ અને નિલેશભાઈ જોડાયા હતા. ધ્વજ વંદન ગામના સરપંચ શ્રીમતી જ્યોત્સનાબેન મકવાણા ના વરદ હસ્તે કરવામાં આવ્યું. જન ગણ મન, વંદેમાતરમ અને ઝંડા ગીત દ્વારા સલામી વિધિ પૂર્ણ કર્યા બાદ, સરપંચ પ્રતિનિધિ બચુભાઈ મકવાણા એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ બાળકોના વક્તવ્ય, વાર્તાલાપ, સંવાદ, દેશભક્તિ ગીત, અભિનય ગીત, દેશભક્તિ નાટક તેમજ આંગણવાડી નંબર_૪ ગીતાબેનના નાના ભૂલકાંઓની વેશભૂષા કાર્યક્રમની શોભામાં વૃઘ્ધિ થઈ હતી. કાર્યક્રમ માં ઉપસ્થિત એસ.એમ.સી. શિક્ષણવિદ્ શ્રી નાથાભાઈ નંદાણિયા (ચક્ષુદાન), ગુડાજલી સીમ શાળાના શિક્ષકો, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી પરબતભાઇ જોટવા, એસ.એમ. સી. સભ્યો, ગ્રામજનો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમ નું સંચાલન ગઢવી સાહેબ દ્વારા અને આભારવિધિ જમનાબેન ગોહેલે કરી હતી. શાળાના આચાર્ય શ્રી મુલતાની સાહેબ સન્માનિત થવા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઝરિયાવાડ મુકામે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય પર્વ ની પૂર્વ સંધ્યાએ (૧૪ ઓગસ્ટ) વિભાજિત વિભીષિકા સ્મૃતિ દિવસ અને જન જાગૃતિ રેલી ગામની ગલીઓ માં ફેરવવામાં આવી હતી.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
📲Get App