🔥 TRENDING राजस्थान में सिंधी भाषा कोर्स का 98.64... Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra... India Bloc Marches to Election Commiss...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચના પતિ દ્વારા સવાલ પૂછનાર ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો  આક્ષેપ મુજબ પ્રશ્નો પૂછનારાઓ સાથે ધક્કા-મુક્કી અને ગેરવર્તન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ

ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચના પતિ દ્વારા સવાલ પૂછનાર ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો આક્ષેપ મુજબ પ્રશ્નો પૂછનારાઓ સાથે ધક્કા-મુક્કી અને ગેરવર્તન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 16 Aug 2026, 12:28 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર ગામસભામાં ગેરવર્તન અને હુમલાનો ગંભીર આક્ષેપ
વિકાસના પ્રશ્નો પૂછવા પર ગ્રામજનો સાથે મારામારી?
સાંતલપુર માં
79મા સ્વતંત્રતા દિવસ ના રોજ એટલે કે 15 ઓગસ્ટ 2026 ના દિવસે સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામ ખાતે યોજાયેલી જાહેર ગ્રામસભા દરમિયાન અણધાર્યો હોબાળો સર્જાયો હતો.
આક્ષેપ મુજબ ગ્રામસભામાં હાજર રહેલા ગ્રામજનોએ ગામના વિકાસ કામો, ગ્રાન્ટનો ઉપયોગ અને જાહેર સુવિધાઓને લગતા પ્રશ્નો ગ્રામ પંચાયતના હોદ્દેદારો સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમિયાન વાતાવરણ ગરમ થઈ ગયું અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ.
ગ્રામજનો ગંભીર આક્ષેપ
ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચના પતિ દ્વારા સવાલ પૂછનાર ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો આક્ષેપ મુજબ પ્રશ્નો પૂછનારાઓ સાથે ધક્કા-મુક્કી અને ગેરવર્તન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં "અમારો પ્રશ્ન પૂછવાનો અધિકાર છે" તેવા નારા સંભળાઈ રહ્યા છે.
ગ્રામજનોની માંગ
ગામના આગેવાનો અને જાગૃત નાગરિકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાની તપાસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે લોકશાહીમાં જનતાને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે અને તેને દબાવવાનો પ્રયાસ ગેરકાયદેસર છે.
📲Get App