🔥 TRENDING Jharkhand Exam Protest Reaches 23rd Da... Jharkhand Student Prem Nayak Begins Hu... Video Shows Devendranath Mahato Manhan... Tiger Global Sells Alphabet and Broadc... FAST-DS: Who Can Avail and What Tax Wi... Adivasis' Land Rights Challenged
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે ‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’ની સ્થાપના

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 16 Aug 2026, 10:38 AM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમદવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘Mission Cyber Rakshika #SecureHerSpace’ અંતર્ગત ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘Mission Cyber Rakshika #SecureHerSpace’ અંતર્ગત, શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાંચ) શ્રી શરદ સિંઘલની માર્ગદર્શક સૂચનાઓ હેઠળ, ખાસ ‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’ની રચના કરવામાં આવી છે.

આ સ્ક્વોડનું નેતૃત્વ સાયબર ક્રાઇમ બ્રાંચની મહિલા નાયબ પોલીસ કમિશનર (DCP) શ્રી ડૉ. લવીના સિંહા કરશે. આ ટીમમાં ફક્ત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મહિલાઓની સુરક્ષા માટે વિશેષ રીતે કાર્ય કરશે.

સ્ક્વોડમાં સામેલ મુખ્ય અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. બરવાળીયા અને પી.એસ.આઇ. શ્રી ડી.એન. જાડેજા સહિત અન્ય મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ટીમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓને લગતી પોસ્ટ, કોમેન્ટ, ફોટો, વિડિયો અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટ પર કડક નજર રાખશે.

સ્ક્વોડ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ, અશ્લીલ સામગ્રી, ધમકીભર્યા મેસેજ અને સાયબર શોષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે, ફરિયાદી મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી તેઓ સંકોચ કે ડરના વગર ફરિયાદ નોંધાવી શકે.

આ ટીમ દ્વારા પ્રાપ્ત થતી ફરિયાદો પર તાત્કાલિક અને સંવેદનશીલતા સાથે પગલાં લેવામાં આવશે, અને પીડિત મહિલાઓને જરૂરી કાનૂની માર્ગદર્શન તેમજ સહાય પૂરી પાડવામાં આવશે.
📲Get App