🔥 TRENDING Bhoomi Trivedi Stars in India’s First... Uttarakhand Court Directs State to Pay... Uttarakhand TET 2026 Answer Key Releas... Uttarakhand Issues Yellow Alert for Ra... India Bloc Marches to Election Commiss... Delhi Protests Against CEC Escalate; O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા કોલેજ ખાતે માનવ સાંકળ રચી સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ... 
રાજુલા
National

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા કોલેજ ખાતે માનવ સાંકળ રચી સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ... રાજુલા

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Aug 2026, 03:37 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંઘવી કોલેજ ખાતે સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા કોલેજ ખાતે માનવ સાંકળ રચી સ્વાતંત્ર્યદિન ની ઉજવણી .........
રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ, રાજુલા ખાતે સ્વાતંત્ર્યદિન ની ઉજવણી કરવામાં આવેલ. આ સમારંભ માં કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ સેક્રેટરીશ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા ની ઉપસ્થિતિ રહેલ. સૌ પ્રથમ વિદ્યાર્થીની જી. એસ. તથા પ્રતિનિધિ બહેનો ના વરદહસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ. ત્યારબાદ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ.ત્યારબાદ બહેનો દ્વારા માનવ સાંકળ બનાવીને રાષ્ટ્રીય એકતાનો પ્રેરક સંદેશ આપવામાં આવેલ.ત્યારબાદ કોલેજ પ્રિન્સિપાલ દ્વારા રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસના સાંસ્કૃતિક સમારંભ માં ઉપસ્થિત મહેમાનો હોદ્દેદાર સર્વશ્રી નું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રાસંગિક પર્વ ની ઉજવણી નો હેતુ તથા આઝાદી ની લડત માં નામી અનામી શહીદોને શ્રધાંજલિ પાઠવવામાં આવી .શહીદો ને નમન કરેલ. રાષ્ટ્રીયક્રાંતિ માં મહિલાઓનું યોગદાન માં તમામ ક્રાંતિકારી મહિલા દળ ના નેતૃત્વ ને યાદ કરવામાં આવેલ.આ પર્વ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક સમાન ગણાવવામાં આવ્યું.અખંડ રાષ્ટ્ર વિશ્વ ના દેશોમાં વિશ્વગુરુના પદે રહેશે. અનેકતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ બતાવી.બાદ રાષ્ટ્રીયપર્વ ના રંગો થી સજ્જ નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીની બહેનો એ દેશભક્તિ સભર ગીત, નાટક સોલો ડાન્સ, સ્પીચ, વગેરે રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરેલ. સમગ્ર કાર્યક્રમ ને મહેમાનો દ્વારા અભિનદન પાઠવામાં આવ્યા. આભાર દર્શન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયા એ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ. મિતલબેન નાયી એ કરેલ. એન. એસ. એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી જાગૃતિબેન તેરૈયા તથા ભગવતીબેન વડીયા તથા સમગ્ર સ્ટાફ મેમ્બર અને એન. એસ. એસ. ની ટીમ જહેમત ઉઠાવી હતી.
📲Get App