🔥 TRENDING Spark Trailer Launches with Prema and... પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ... પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન... जैथरा में 19 सितंबर से आयोजित होगी भव्... IMD Predicts Heavy Rains Across Multip... Arunachal Pradesh Governor Launches Yo...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Local

સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 15 Aug 2026, 11:47 AM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાતે 15 ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાતે 15 ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ગામમાં ભવ્ય પ્રભાતફેરી યોજીને કરવામાં આવી હતી. પ્રભાતફેરી બાદ સૌ ગ્રામજનો શાળાના પ્રાંગણમાં એકત્રિત થયા હતા. ત્યારબાદ માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌએ રાષ્ટ્રગીત સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.

ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને દેશ માટેના યોગદાન અંગે વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશ તડવી દ્વારા ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

કાર્યક્રમના ભાગરૂપે શાળામાં આદિવાસી પરંપરાગત વાનગીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પરંપરાગત આદિવાસી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. હરીફાઈના વિજેતાઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા.

આમ, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાના સુંદર સંગમ સાથે યાદગાર બની હતી. જય હિંદ! વંદે માતરમ્!
📲Get App