🔥 ट्रेंडिंग સુરતના બોમ્બે કોલોની સબ સ્ટેશનમાં આગની... લુણાવાડા સંતરામપુર રોડ પર માર્ગ અકસ્મા... जनपद में कानून-व्यवस्था को लेकर पुलिस... बहराइच में तिरंगा यात्रा, मंत्री दिनेश... Sucide case तेलंगाना ने नई चैयुथा पेंशन योजना से च...
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

અમરેલી એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 14 अग. 2026, 04:12 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તૈયારીઓ તેજ બની છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીના આગમન સમયે અધિકારીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જિતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત અમરેલીમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે અમરેલીમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
📲Get App